મોરબી: 5 વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર નરાધમ જેલ હવાલે
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગત સોમવારની રાત્રે મંદિર પાસે રમતી પાંચ વર્ષની માસૂમ બાળાની એકલતાનો લાભ લઇ નારાધમે મંદિર પાસે અવાવરું સ્થળે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી પૂર્ણ થઈ જતા રિમાન્ડની જરૂર ન હોવાથી કોર્ટ આરોપીને જેલહવાલે કર્યો છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી એક પરિવારની પાંચ વર્ષની માસૂમ પુત્રી સોમવારની રાત્રે આ વિસ્તારમાં મંદિરમાં પ્રસાદ લેવા ગયા બાદ ત્યાં મંદિર પાસે એકલી રમતી હતી. ત્યારે એકલી રમતી બાળાને આ વિસ્તારમાં જ રહેતો રવિ પરમસુખભાઈ બધેલ (ઉ.વ.19) નામનો શખ્સ બાળાને લાલચ આપી આ વિસ્તારના નજીકના મંદિર પાસે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ પોલીસે આરોપી રવિની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે આરોપીની મેડિકલ તપાસ તથા બનાવને લગતા સંયોગિક પુરાવા કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ થતાં કોર્ટે રિમાન્ડની જરૂર ન હોવાથી આરોપીને જેલહવાલે કર્યો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…