skip to content

વાંકાનેર:સગીરા સાથે દુષ્કર્મ‌ આચરી ગર્ભવતી કરતા પબા વિરુદ્ધ ગુનો નોંધાયો.

વાંકાનેર: શહેરી વિસ્તારમાં રહેતી અને કટલેરી સ્ટોરમાં કામ‌ કરતી સગીર વયની દિકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી થતાં મામલો ઉજાગર થયો છે, જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને મેઇન બજારમાં કટલેરી સ્ટોરમાં કામ‌ કરતી એક સગીર વયની દિકરીને આરોપી પરબતભાઇ ઉર્ફે પબો જીવણભાઈ ભરવાડ (ઉ.વ. ૨૫, રહે. ભરવાડપરા, વાંકાનેર) પાંચથી છ માસ પુર્વે લલચાવી ફોસલાવી વાંકાનેરના રાતીદેવરી-જડેશ્વર રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી ગર્ભવતી કરતા મામલો ઉજાગર થયો છે, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી, તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ સમાચારને શેર કરો