skip to content

નરાધમે બિસ્કિટની લાલચ આપી બાળકીને પીંખી નાંખી, માસૂમ ICUમાં સારવાર હેઠળ…

સુરત શહેરના ડિડોલી વિસ્તારમાં નવાગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી માત્ર છ વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. દાદા-દાદી પાસે રમતી માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાર બાદ નરાધમ ઇસમે માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતાં ચકચાર મચી જવા પામે છે. હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સહારા દરવાજા સ્થિત સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં બાળકીને આઇસીયુમાં રાખવામાં આવી છે. બનાવને પોલીસે તેના પરિવારની ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકી દાદા-દાદી અને નાના ભાઈ પાસે રમતી હતી મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી નવાગામ આરડી ફાટક પાસે આવેલી શ્રીનાથ સોસાયટી રહેતો સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. સુરેશની ઘર નજીકમાં રહેતા પરિચિતની માસૂમ બાળકી પર દાનત હતી. બપોરના સમયે છ વર્ષની માસૂમ બાળકીનાં માતા-પિતા કામ અર્થે બહાર ગયાં હતાં. આ દરમિયાન તે તેનાં દાદા-દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી.

તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે પહોંચ્યો હતો, જ્યાં શરૂઆતમાં તો માસૂમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો હતો. ત્યાર બાદ દાદાને માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચે પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ નરાધમ સુરેશ ઉર્ફે સલમાને બળાત્કાર ગુજાર્યો હતો. એના કારણે બાળકીએ બૂમાબૂમ કરી રડવાનું શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન એક મહિલાએ દરવાજો ખખડાવતાં માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી અને તકનો લાભ લઈ સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો. બનાવને પગલે બાળકીને તાત્કાલિક સારવાર માટે સહારા દરવાજા સ્થિત સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ તો તે સારવાર હેઠળ છે.

પોલીસ ફરિયાદના ગણતરીના કલાકમાં આરોપીને ધરપકડ ઉલ્લેખનીય છે કે બનાવને પગલે બાળકીનાં પરિવારજનો ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડિંડોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જેથી ગણતરીના કલાકોમાં આરોપી સુરેશને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો