Placeholder canvas

લીંબડી: ભોઈકા ગામે આઠ વર્ષની બાળા ઉપર બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ !!

લીંબડી તાલુકાના ભોઈકા ગામ ખાતે અનુસૂચિત જાતિની આઠ વર્ષની બાળા ઉપર બળાત્કાર થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ભારે ખળભળાટ સર્જાયો છે ત્યારે તાત્કાલિક અસરે પોલીસ ગામ ખાતે પહોંચી અને નરેન્દ્રસિંહ નામના વ્યક્તિની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલમાં અનુસૂચિત જાતિના લોકોમાં આ ઘટનાને લઇ અને ફિટકારની લાગણી વરસી છે તેવું પણ જાણવા મળે છે

ત્યારે હાલમાં આ ઘટનાથી નાના એવા ગામમાં ભારે ચકચાર સાથે આ ઘટનામાં આરોપીઓ સામે ફિટકારની લાગણી વરસી રહી છે ત્યારે આઠ વર્ષની દીકરી ઉપર અઘટિત ઘટના બનતા પરિવાર દ્વારા ન્યાયની માંગણી સાથે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે ત્યારે પાણશીણા પોલીસ હાલમાં આગળની વધુ તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો