ભાવનગર: એક વર્ષથી સગીરાને ઘેનની દવા આપીને સામુહિક દુષ્કર્મ
સગીરાને રાતે ઘેનની ગોળી આપીને પાલિતાણાનાં ભુતીયા ગામનાં વ્યક્તિએ તથા વિવિધ લોકોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.
ભાવનગર : પાલિતાણા પાસેનાં એક ગામડામાંથી ચોંકવનારા અને ધુણાસ્પદ સમાચાર સામે રહ્યાં છે. એક ગામમાં રહેતી સગીરાને રાતે ઘેનની ગોળી આપીને પાલિતાણાનાં ભુતીયા ગામનાં વ્યક્તિએ તથા વિવિધ લોકોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. હાલ આ સગીરાને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. ફરિયાદની અનુસંધાને પોલિસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મળેલ પ્રાથમિક માહિતી પ્રમાણે, 12 વર્ષની સગીરા પર એક વર્ષથી એકથી વધુ લોકોએ દુષ્કર્મ ગુજાર્યાની વાત પ્રકાશમાં આવી છે. આ સગીરાને ઘેનની દવા આપીને તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. આ આખા મામલામાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાનું ફરિયાદમાં નોંધાઇ છે.