skip to content

માટેલ રોડ ઉપર સીરામીક કારખાનામાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારી અશ્લીલ ફોટા વાયરલ કર્યા

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના બનાવટી અશ્લીલ ફોટા વાયરલ કરીને બદનામ કર્યાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ મામલે વાંકાનેર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાની અંદર કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરવા માટે જતી પરિણીતાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ બનાવની કોઈને પરીણીતા જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. આટલેથી નહીં અટકતા તેમને પરીણીતાના બનાવટી અશ્લીલ ફોટો વ્હોટસએપ ઉપર વાયરલ કરીને ભોગ બનેલ મહિલાને બદનામ કરવાની કોશિષ કરી હતી. જેથી ભોગ બનેલી પરિણીતાએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે મોરબીના બે શખ્સોની સામે દુષ્કર્મ, સાઈબર ક્રાઈમ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો