કોરોના કાળમાં ધાર્મીક ઉત્સવની મનાઈ પણ સરકાર કચ્છ રણોત્સવની કરે છે ત્યારી !!!
ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે જાહેર કરાયેલા લોકડાઉન બાદ આંશિક છૂટછાટ સાથે અનલોક જાહેર કરવામાં આવ્યું. જો કે હજુ પણ સ્કૂલ-કોલેજ સહિત મંદિર ખોલવામાં આવી રહ્યાં નથી. જો કે કોરોનાકાળ વચ્ચે રાજ્ય સરકાર કચ્છમાં રણોત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં આગામી 12 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થશે.
કોરોના કાળ વચ્ચે આગામી કચ્છ રણોત્સવ 2020ની તારીખ જાહેર કરવામાં આવી છે. 12 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થશે. જો કે હાલ રણમાં પડેલા ભારે વરસાદના પગલે રણમાં પાણી ભરાયાં છે.
દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષતાં કચ્છમાં સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ રણોત્સવ-2020નું આયોજન કરવામાં આવનાર છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…