ફરી ડરામણો માહોલ: 25 દિવસ બાદ રાજકોટમાં 10 દર્દીઓનાં મૃત્યુ

રાજકોટ જિલ્લામાં નવેમ્બર માસ બાદ ડિસેમ્બરના પહેલા દિને 25 દિવસ પછી મૃત્યુ ડબલ આંકમાં નોંધાયા છે. આજે 10 દર્દીઓના મોતથી ફરી ડરામણો માહોલ સર્જાયો છે.આરોગ્ય વિભાગે આજે બહાર પાડેલા બુલેટીનમાં સરકારી-ખાનગી હોસ્પીટલમાં કોરોના ગ્રસ્ત 10 દર્દીઓના મોત નોંધાયા છે.

જેમાં ઓડીટ કમીટીએ નીલ રીપોર્ટ આપ્યો છે.રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 1321 આરોગ્ય ટીમોએ કુલ 45936 ઘરનો સર્વે કર્યો છે. હેલ્થ સેન્ટરોમાં સરેરાશ 36 આસપાસ ઓપીડી નોંધાઈ છે. 52 ધન્વંતરી અને 9 સંજીવની રથ દોડી રહ્યા છે.

104 હેલ્પલાઈનમાં 4 અને 108 હેલ્પલાઈનમાં 39 કોલ્સ નોંધાયા છે. 51 ટેસ્ટીંગ વાહનોમાં 1338 એન્ટીજન ટેસ્ટ કરાયા છે. ગોંડલ યાર્ડ, વડાસડા, જસદણ, ધોરાજી વિસ્તાર કવર કરાયા છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પીટલમાં 1936 બેડ ઉપલબ્ધ છે.ગઈકાલે 9 દર્દીના મોત બાદ આજે વધુ 10 દર્દીઓના સતાવાર મોત જાહેર થયા છે.

રાજકોટ જિલ્લામાં 338 માઈક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે. જેમાં ભરવાડ વિસ્તાર, ખોરાણા, તા.રાજકોટ, રીયલ હાઈટસ, મેટોડા, તા. લોધીકા, ઈન્દીરાનગર, જામકંડોરણા, વિદ્યા પેલેસ, ફુલવાડી, જેતપુર, ચિતલીયા રોડ, જસદણ, ભરવાડ વાસ, ખંભાળા તા. પડધરી, પટેલ કોલોની, ગોંડલ નો સમાવેશ થાય છે.

આ સમાચારને શેર કરો