દેશ-દુનિયાવાંકાનેર

વાંકાનેર મહારાજકુમાર રણજીત‌‌સિંહજી ઝાલા લિખિત પુસ્તક ‘mountain mammals of the world’નું કાશ્મીરના મહારાજા ડૉ.કરણસિંહજીના હસ્તે વિમોચન.

વાંકાનેર મહારાજકુમાર ડો.રણજીત‌‌સિંહજી ઝાલા જેવો નિવૃત્ત IAS અધિકારી છે, તેઓની લિખિત અને પેંગ્વિન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તક mountain mammals of the world નું ગત તા. 2/9/24ના રોજ નવી દિલ્હી સ્થિત WWF – India ના ઓડિટોરીયમમાં કાશ્મીરના મહારાજા તેમજ પદ્મવિભૂષણ ડો.કર્ણસિંહજી સાહેબ વિમોચન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે આ પુસ્તકની પ્રસ્તાવના બૌદ્ધ ધર્મગુરુ શ્રી દલાઇલામા દ્વારા લખવામાં આવી છે.
આ સમયે રણજીતસિંહજી ઝાલાએ કહ્યું હતું કે”મારું પ્રથમ પુસ્તક મારા માતા-પિતાને, બીજું મારા માર્ગદર્શકોને, ત્રીજું મારી પત્ની અને બે પુત્રીઓને સમર્પિત કરવામાં આવ્યું હતું, અને આ ચોથું, છેલ્લું પુસ્તક, મારા ચાર પૌત્રોને પર્વતો પર જવાની પ્રેરણા આપવાનું છે.
પેંગ્વિન દ્વારા પ્રકાશિત પુસ્તકમાં અદભૂત છબીઓ અને નકશાઓ છે અને સુપ્રસિદ્ધ ઇકોલોજિસ્ટ જ્યોર્જ બી શૈલર દ્વારા પ્રસ્તાવના અને પરમ પવિત્ર દલાઈ લામા દ્વારા પરિચય આપવામાં આવ્યો છે. અહીં પણ મહત્વની વાત એ છે કે આ આખે આખું પુસ્તક રણજીતસિંહજી ઝાલાએ કોવિડ સમય દરમિયાન લોકડાઉનમાં લખેલ છે અને તેઓએ લોકડાઉનનો આ રીતે સદુપયોગ કરી લોકડાઉન વિતાવ્યું હતું.
આ સમાચારને શેર કરો