Placeholder canvas

વાંકાનેર: ગાયત્રી પરિવાર દ્વારા દિવાળી પર રંગોળી સ્પર્ધાનું આયોજન

વાંકાનેર: આગામી પ્રકાશ પર્વ દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની આપણી પરંપરા ને વધુ મજબૂત કરવા ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા મા કોઈ પણ બહેનો ભાઈઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે. સ્પર્ધા મા ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ સ્પર્ધામા ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. 1 થી 3 વિજેતા સ્પર્ધક ને ગિફ્ટ આપી સન્માનિત કરાશે…

સ્પર્ધા 23/10/2021 ને રવિવાર ના રોજ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે બપોરે 2:00 થી 4:00 યોજાશે. રજિસ્ટ્રેશન માટે ફોન અથવા whatsapp મેસેજ કરી શકાશે. આ સ્પર્ધામા ભાગ લેવા માટે 21 ઑક્ટોબર રાત્રે 9:00 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે..

રંગોળી સ્પર્ધા ના નિયમો

● રંગોળી સ્પર્ધા મા ભાગ લેનાર સ્પર્ધા ના સ્થળે બે કલાક ની સમય મર્યાદા મા પોતે એકલા એ રંગોળી બનાવાની રહેશે અન્ય વ્યક્તિ ની મદદ નહીં લઈ શકાય…
(રંગોળી સમય મર્યાદા મા પૂર્ણ કરશે એજ ઈનામ ને પાત્ર ગણાશે)
● રંગોળી માટેના જરૂરી કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધક એ પોતાના ખર્ચે લાવવાના રહેશે…
● રંગોળી મીંડા વાળી તથા ફ્રી-હેન્ડ વાળી કોઈ પણ બંને માંથી એક દોરી શકશે…
● રંગોળી જોઈને અને મોઢે દોરી શકો પરંતુ મોઢે દોરનારને પહેલા ચાન્સ આપવામાં આવશે..
● રંગોળી અમુક ફિક્સ સાઇઝ મા દોરવાની રહેશે…

રંગોળી સ્પર્ધા 2 વિભાગ મા થશે..
1) 5 થી 15 વર્ષ સુધી ના સ્પર્ધક
2)15 વર્ષ થી ઉપર ના સ્પર્ધક
બંને ની સ્પર્ધા સાથે જ રહેશે…

તો આપ સૌ પરિજન આપના બાળકો ને આ સ્પર્ધા મા ભાગ લેવા માટે વધારે મા વધારે પ્રોત્સાહિત કરશો…

સુચના:- સ્પર્ધા ના નિયમો, વિભાગ, ઉમર નું આધાર વગેરે નું પાલન કરવું..
વહેલા તે પહેલા ના નામ નોંધાવવા વિનંતી.આખરી નિર્ણય નિર્ણાયક નો રહેશે..

રજિસ્ટ્રેશન માટે :- 9265066096 પર સંપર્ક કરવો.

આ સમાચારને શેર કરો