Placeholder canvas

ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ…

વાંકાનેર: રવિવારના રોજ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાંકાનેર થી બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો એ ભાગ લીધો… આ સ્પર્ધા મા ટોટલ 48 સ્પર્ધક એ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા 5 થી 15 વર્ષ માટે અને બીજું 15 વર્ષ થી ઉપર એમ બે ભાગ મા યોજાયેલ હતી.. જેમાં 5 થી 15 વર્ષ ના બાળકો ની સ્પર્ધા મા પહેલો નંબર ભાટી પ્રાચી, બીજો નંબર જયશ્રી ભિંડોરા અને ત્રીજો નંબર સ્વાતી ગમોત એ મેળવ્યો હતો, જ્યારે 15 વર્ષ થી ઉપરના સ્પર્ધકમાં પ્રથમ નંબર જયસ્વાલ માનિતી, બીજો નંબર ભાવિશાબેન સોની અને ત્રીજો નંબર જીગીશાબેન તલસાણીયા એ પ્રાપ્ત કરયો હતો. આ ઉપરાંત ક્રિષ્ના, મોક્ષ, ઉમાદેવી અને વિજય ને આશ્વાશન ઇનામ આપવામાં આવેલ..

આ રંગોળી સ્પર્ધામા જજ તરીકે દર્શનાબેન જાની, રૂપલબેન વ્યાસ તથા પ્રિયાબેન મહેશ્વરી દ્વારા સેવા આપવામાં આવી હતી. રંગોળી સ્પર્ધા ને સફળ બનાવવા ગાયત્રી પરિવાર એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ મા અશ્વિનભાઈ રાવલ, રાહુલ જોબનપુત્રા, નરેન્દ્રભાઇ દવે, રસીલાબેન કાચા , અરુણભાઈ વ્યાસ, દેવાંશીબા ઝાલા અને અન્ય પરિવારજન તથા વાલીઓ હાજર રહ્યા હતાં..

આ સમાચારને શેર કરો