વાંકાનેર એસ. ટી. ડેપો માં બ્રહ્માકુમારી એશ્વરીય વિશ્વ વિદ્યાલય ઓમ શાંતિ વાંકાનેરની બહેનો દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો
વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે શ્રાવણના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિતે ડ્રાઈવર, કંડક્ટર અને એ. ડી. એમ. વર્કશોપ કર્મચારીઓ માટે રાજકોટ કર્મચારી મંડળના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા ના માર્ગદર્શન સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર બ્રહ્માકુમારી એશ્વરીય વિશ્વ વિદ્યાલય ઓમ શાંતિ ના બહેનો દ્વારા અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજ અને દરેક જ્ઞાતિ ના કર્મચારીઓ ભાઈચારાની ભાવના સાથે સહભાગી બની ચાંદલા સાથે રાખડી બાંધવામાં હતી.
જેમાં રક્ષાબંધન સાથે સાથે વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવી વ્યસન મુક્તિ માટે પ્રયત્ન કરાવવામાં આવ્યા હતા જેમાં વાંકાનેર એ. ટી. આઈ રહીમભાઈ પરમાર,વર્કશોપ શિફ્ટ ઇન્ચાર્જ અભિષેકભાઈ ઠક્કર,ટી. સી. ભગીરથસિંહ જાડેજા,જીતુભા જાડેજા,મહેશભાઈ ટમારીયા, પ્રકાશભાઈ વાળા, રાજુભાઈ વાઢેર,તુફાનભાઈ બિલવાલ, જયરાજસિંહ ઝાલા હાજર રહી હિન્દૂ મુસ્લિમ એકતા સાથે કર્મચારીઓ હળી મળીને પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી.


