વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજોમાં રક્ષા બંધનની ઉજવણી કરાય.
વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મહેતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ અને શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓના સંયુક્ત ઉપક્રમે તારીખ રક્ષા બંધનના પાવન તહેવારની ઉજવણીના ભાગ રૂપે દેશની સરહદ પર તથા દેશની અંદર સામાજિક સુરક્ષા જાળવનાર સૈનિકો તથા ખાસ કરીને તમામ વિભાગોમાં મહિલા અધિકારીઓની રક્ષા માટે પ્રાર્થના કરી પ્રતીક રૂપે આમંત્રિત મહેમાનોને રાખડી બાંધી દરેક વિધાર્થિનીઓએ રાખડી,શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતા.
આ અવસરના મુખ્ય મહેમાન તરીકે ઇન્ચાર્જ મામલતદાર પટેલ, પી.એસ.આઇ. કાનાણી મેડમ, મોરબી જિલ્લા સમાજ અધિકારી રંજનબેન મકવાણા, મોરબી સિનિયર સિટીઝન હેલ્પ લાઈનના અધિકારી રાજદીપભાઇ, વાંકાનેર મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી મહિલા કાઉન્સિલર (pbsc) તેજલબા ગઢવી,તથા હાલ બેંગલોરમાં 29 વર્ષથી સુબેદાર તરીકે ફરજ બજાવી રહેલા વાંકાનેરના વતની દિનેશભાઇ બાંભવા, તથા વાંકાનેરની મહિલાઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો કરતા દમયંતીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર એજ્યુંકેશન સોસાયટીના કલ્પેન્દુભાઇ મહેતા, ટ્રસ્ટી અમરશીભાઇ મઢવી, વહીવટી માર્ગદર્શક પુષ્કરભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓ દ્વારા આપવામાં આવેલ રાખડીઓ તથા કાર્ડ જોઈ આવનાર આમંત્રિત મહેમાનો પણ ભાવ વિભોર બની ગયા હતા. વાંકાનેરમાં પ્રથમ વખત મહિલા અધિકારીઓને રાખડી બાંધી તેમની રક્ષા માટેની શુભેચ્છા આપતા આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા તમામ શિક્ષક ગણ દ્વારા કરવામાં આવી હતી.



