અમરસિંહજી હાઇસ્કુલ કેમ્પસમાં રક્ષાબંધનની ઉજવણી કરાય, ત્રણેય પાંખના સૈનિકોને રાખડી મોકલાવાશે…
ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વર્ષકુંવરબહેન મગનલાલ મહેતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ BCA કોલેજ તથા શ્રીમતી ઈન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થીનિઓ દ્વારા આજે અમરસિંહજી હાઇસ્કુલ કેમ્પસના હોલખાતે રક્ષાબંધનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશની સરહદ પર લડતા વીર સૈનિકોને તેમની સલામતી માટે પ્રાર્થના કરી શુભેચ્છા પાઠવી રાખળી મોકલવાનો હતો. આ માટે વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી તૈયાર કરી હતી તથા લાગણીભીના ઉષ્માભર્યા શબ્દોથી શુભેચ્છા કાર્ડ બનાવ્યા હતા, સાથે સાથે વાંકાનેરમાં રહેતા અને વાંકાનેરના જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની ફરજ બજાવતા જેમ કે સલામતી ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર તથા પત્રકારત્વ ક્ષેત્રમાં ફરજ બજાવતા મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમને માન સન્માનપૂર્વક કંકુ તિલક કરી રાખડી બાંધી તેમની સલામતી માટે પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ મહાનુભાવો દ્રારા વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડી તથા શુભેચ્છા કાર્ડને તમામ મહાનુભાવો એ ખૂબ જ સુંદર રીતે આવકારી હતી તથા તેઓના શુભેચ્છા કાર્ડ પણ મહાનુભાવો એ વાંચ્યા હતા સાથે સાથે તેમણે વિદ્યાર્થીનિઓને આવી લાગણી બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા અને દરેકે દરેક મહાનુભાવો એ ટૂંકો પણ ખૂબ જ સુંદર સંદેશ વિદ્યાર્થીનીઓને આપ્યો હતો. એકત્રિત કરાયેલી બધી જ રાખડીયો આપણા દેશના ત્રણેય પાંખના સૈનિકોને મોકલવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોલેજના પ્રિન્સિપાલ શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યુ હતું તથા કોલેજના પ્રોફેસરની ટીમ તથા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને સુંદર અને સુચારરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.

