Placeholder canvas

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર


કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી નાંખી છે. 24 જુલાઈએ ગુજરાતની 3 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે.

રાજ્યસભામાં દિનેશ અનાવાડિયા, જુગલજી ઠાકોર અને એસ. જયશંકરની ટર્મ પૂરી થઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું પ્રસિદ્ધ થશે.13 જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.14 જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 24 જુલાઈએ સવારે 9થી સાંજના 4 સુધી મતદાન થશે અને સાંજે 5 વાગ્યાથી મતગણતરી યોજાશે.

આ સમાચારને શેર કરો