ગુજરાત

રાજકોટના રાજેશ શાકરિયાએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડ મારી..!!!

રાજકોટના રિક્ષા ચાલક રાજેશ શાકરિયાદિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હોમ લોક કર્યો હતો અને તેમને મુખ્યમંત્રીને થપ્પડ મારી દીધી હતી.

આજે સવારે જન સુનાવણી દરમિયાન હુમલો થયો હતો અને સુરક્ષા કર્મચારીઓએ થપ્પડ મારનાર વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની ઓળખ હવે સામે આવી છે… થપ્પડ મારનાર વ્યક્તિ રાજકોટના રાજેશ ખીમજી શાકરિયા હોવાનું સામે આવી રહ્યું છે.

દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પર આજે સવારે તેમના નિવાસસ્થાને જનસુનાવણી દરમિયાન એક વ્યક્તિએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પત્રકારોને જણાવ્યું, “જનસુનાવણી દરમિયાન એક વ્યક્તિ તેમની પાસે આવી, કેટલાક કાગળો તેમની આગળ મૂક્યા અને પછી તેમનો હાથ પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન થોડી ધક્કા-મુકી થઈ, ત્યાર બાદ તેને પકડી લેવામાં આવ્યો.”

સચદેવાએ કહ્યું કે હાલમાં હુમલો કરનાર વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

મુખ્ય મંત્રી રેખા ગુપ્તાને થયેલી ઈજા વિશે સચદેવાએ કહ્યું, “જે લોકો પથ્થર કે થપ્પડની વાત કરી રહ્યા છે તે મનગઢંત છે, પરંતુ શક્ય છે કે કોઈ ટેબલનો ખૂણો તેમના માથા પર વાગ્યો હોય. તે વ્યક્તિએ હાથ પકડીને મુખ્ય મંત્રીને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.”

સુરક્ષા કર્મચારીઓએ તરત જ હુમલાખોરને કાબૂમાં લીધો અને તેની પૂછપરછ ચાલી રહી છે. મુખ્ય મંત્રીને તરત જ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં.

આ સમાચારને શેર કરો