skip to content

હુરુનની અબજોપતિઓની યાદીમાં છવાઈ ગયું રાજકોટ.

હુરુન દ્વારા તાજેતરમાં ભારતમાં અબજોપતિઓ અંગેની માહિતી જાહેર કરીને વ્યાપક પ્રમાણમાં ચર્ચા જગાવી છે. હુરુને દેશ,વિદેશમાં કયા સેક્ટરમાં કેટલા અબજોપતિ છે અને દેશમાં આ અંગે શું સ્થિતિ છે તે અંગે ખૂબ જ માહિતગાર એટલે વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે.

આ અહેવાલમાં ગુજરાતને લગતી અનેક રસપ્રદ માહિતી રજૂ કરવામાં આવી છે. તેમાં સુરત, વડોદરા, રાજકોટ સહિતના પ્રમુખ શહેરોમાં સૃદ્ધ લોકોની શું સ્થિતિ છે તે અંગે વિગતવાર રોચક માહિતી આપવામાં આવી છે. આજે આપણે હુરુન દ્વારા રાજકોટ શહેરમાં અબજપતિઓની આપવામાં આવેલી માહિતી અંગે ચર્ચા કરીશું.

હુરુન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજકોટમાં વિવિધ કેટેગરીમાં ઉદ્યોગપતિઓ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. આ ઉદ્યોગપતિઓ ઔદ્યોગિક ઉત્પાદનો, ફૂડ એન્ડ બેવરેજીસ, ઓટોમોબાઈલ સેક્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરી સમૃદ્ધ થયેલા લોકોની માહિતી આપવામાં આવી છે.

રાજકોટના આ ઉદ્યોગપતિઓ છવાયા છે વિશ્વસ્તરે

  • હુરુનના અહેવાલમાં રાજકોટમાંથી જ્યોતિ CNC ઓટોમેશનના પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રૂપિયા 11,600 કરોડ સાથે મોખરાના સ્થાને છે. અલબત તેઓ હુરુનની યાદીમાં 250મો રેન્ક ધરાવે છે.
  • આ ઉપરાંત બાલાજી વેફર્સના ભીખાભાઈ પોપટભાઈ વિરાણી રૂપિયા 4,700 કરોડ સાથે 551 રેન્ક પર છે.
  • રોલેક્સ રિંગ્સના મહેશ દયાશંકર માડેકા એન્ડ ફેમિલી રૂપિયા 4,100 કરોડ સાથે 608 રેન્ક પર છે.
  • તિર્થ એગ્રો ટેકનોલોજીના અશ્વિન ગોહિલ રૂપિયા 4,000 કરોડની સંપત્તિ સાથે 619માં રેન્ક પર છે.
  • રૂપિયા 4,000 કરોડની સંપત્તિ સાથે બાલાજી વેફર્સના કાનજીભાઈ પોપટભાઈ વિરાણી 619 રેન્ક પર છે.
  • બાલાજી વેફર્સના ચંદુભાઈભાઈ વિરાણી રૂપિયા 4,000 કરોડની સંપત્તિ સાથે 619 રેન્ક પર છે.
  • ગોપાલ સ્નેક્સના બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી રૂપિયા 4,000 કરોડની સંપત્તિ સાથે 619માં રેન્ક પર છે.
  • આ ઉપરાંત રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓમાં હસમુખભાઈ ગોહિલ રૂપિયા 3,300 કરોડની સંપત્તિ સાથે 734 ક્રમાંક પર છે.
  • જ્યોતિ CNCના સહદેવસિંહ જાડેજા રૂપિયા 1,600 કરોડની સંપત્તિ સાથે 1,231માં ક્રમાંક પર છે.
  • તેમ જ રૂપિયા 1,300 કરોડની સંપત્તિ સાથે ગોપાલ સ્નેક્સના પ્રફુલભાઈ હદવાણી 1,367 રેન્ક ધરાવે છે.

નોંધ: આ માહિતી હુરુન ઈન્ડિયા દ્વારા ગુજરાતી જાગરણને ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો