skip to content

રાજકોટ: ખાનગી બસમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો.

રાજકોટ : આજે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એક ખાનગી બસમાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો છે. આ મૃતક યુવાનના ગાળાના ભાગે બ્લેડના ચેકા મરેલા જોવા મળ્યા છે.

મળેલી માહિતી મુજબ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

વધુમાં મળેલી માહિતી મુજબ ક્રિષ્ના ટ્રાવેલ્સ સુરત થી જામજોધપુર જતી બસ નંબર GJ24X 2641માંથી સીટ નંબર F પરથી મૃતદેહ મળ્યો હતો, મૃતકનું નામ પ્રવીણ વધેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો