સૌરાષ્ટ્ર

રાજકોટ: મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં બીમારીનો ઉલ્લેખ

રાજકોટ: શહેરની માઉન્ટેન પોલીસ લાઈનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકાબા ચૌહાણ (ઉ.વ. 28)એ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભૂમિકાબાએ પોતાના રહેણાંક વિસ્તારમાં જ આ પગલું ભર્યું હતું. આ અંગેની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.

પોલીસને ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં મૃતક મહિલા કોન્સ્ટેબલે આ પગલું ભરવા પાછળનું કારણ જણાવ્યું છે. સ્યુસાઇડ નોટ મુજબ, ભૂમિકાબા લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતા અને આ બીમારીથી કંટાળીને તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્યુસાઇડ નોટની વિગતોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. એક યુવાન અને ફરજ પરની મહિલા કોન્સ્ટેબલના આત્મહત્યાના પગલાથી પોલીસ લાઈનમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો