skip to content

રાજકોટ: સ્લેબ તૂટી પડતા 20 લોકો ઈજાગ્રસ્ત,એક મહિલાની હાલત ગંભીર

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર એક મોટી દુર્ઘટના ઘટી હતી.. રવિવારનાં રોજ આ રોડ પર ફૂડ બજાર ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો અહી ખાવાપીવા માટે આવે છે. શહેરનાં સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો નીચે પટકાયા તો અમુક ઘાયલ થયા.

આ ઘટના ઘટતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ગાડી અને એમ્બ્યુલન્સ પહોંચી હતી. સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલમાં દાખલ એક મહિલાની હાલત ગંભીર છે. જોકે, હજુ સુધી ઘટનાના કારણે મોતનો કોઈ આંકડો સામે આવ્યો નથી.

આ સમાચારને શેર કરો