સૌરાષ્ટ્ર

રાજકોટમાં સાળાને બચાવવા જતા બનેવી પણ ટ્રેનની ઠોકરે ચડ્યા, કપાઇ જતા બન્નેના કરૂણ મોત.

રાજકોટમાં વહેલી સવારે જ અરેરાટી મચી જાય તેવી ઘટના બની છે. શહેરના ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે સાળા-બનેવી કપાઇ જતા બન્નેના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવીને જઈ રહેલા સાળા બાબુ હરિદંર સોનકર (ઉં.12)ને બચાવવા જતા બનેવી અંગુ સોનકર (ઉં.28) પણ ટ્રેનની ઠોકરે ચડ્યા હતા. બન્ને ટ્રેનની અડફેટે કપાઇ જતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

આ સમાચારને શેર કરો