Placeholder canvas

રાજકોટ:સહકારી જગતમાં રાદડીયાનો દબદબો:બેંકનાં પ્રતિનિધિ તરીકે વિજય સખીયાના સ્થાને મહેશ આસોદરિયા

રાજકોટ જીલ્લાના સહકારી રાજકારણમાં છેલ્લા બે મહિનાથી ચાલતી આંતરિક લડાઈમાં જયેશ રાદડીયાએ ફરી પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું હોય તેમ લોધિકા સંઘમાં ધાર્યું કરાવ્યું હતું. લોધિકા સંઘની આજે બોર્ડ મીટીંગ યોજવામાં આવી હતી. જીલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે વિજય સખીયાના સ્થાને મહેશ આસોદરિયાને મુકવાની દરખાસ્ત હતી તે સર્વાનુમતે મંજુર રાખવામાં આવી હતી.

આ મામલે હરિફ જૂથ રાદડીયા સામે મેદાને હતું. અગાઉની બેઠકમાં દરખાસ્ત પેન્ડીંગ રખાવીને રાદડીયાને ઝટકો આપતાં સહકારી લડાઈ ખુલ્લી પડી હતી. હવે હરિફ જુથ ફાવ્યું નથી જ્યારે વધુ કોઇ સહકારી પ્રહાર કરવામાં આવે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો