Placeholder canvas

રાજકોટ: NSUI દ્રારા ઇન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રિજ પર પેપર ફોડ સરકારનો પૂતળું લટકાવી વિરોધ કર્યો.

રાજકોટ: તાજેતરમાં જ જુનિયર ક્લાર્કનું પેપર લેવાય તે પૂર્વે જ પેપર ફૂટીયાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગણતરીની જ કલાકોમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક વખત NSUI ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પેપર લીક ની ઘટનાને લઇ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ પંચાયત મંત્રી રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરનારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

તો સાથે જ ઇન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રિજ પર પેપર ફોડ સરકારનો પૂતળું લટકાવી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ટમેટા ફેંકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો