Placeholder canvas

રાજકોટ:માર્કેટ યાર્ડમાં નવી સીઝનમાં સૌપ્રથમ આવેલ 8 મણ કપાસ રૂા.2440ના ભાવ વેચાયો.

રાજકોટ : આ વખતે સંતોષકારક વરસાદ પડયો હોવાના કારણે ખરીફ વાવેતર જંગી માત્રામાં થયું છે. ઘણા વિસ્તારોમાં આગોતરૂ વાવેતર પણ થયુ હતુ અને તેનો માલ બજારમાં આવવા લાગ્યો હોય તેમ આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક થઈ હતી અને તે મણના 2440ના ભાવે વેચાયો હતો.

માર્કેટયાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે યાર્ડમાં ખરીફ સીઝનની આજે પ્રથમ આવક થઈ હતી. આઠ મણ કપાસ આવ્યો હતો અને પ્રતિ મણ રૂા.2440 ના ભાવે તેનું વેચાણ થયુ હતું. સીઝન જામવાને હજુ એકાદ મહિનાની વાર છે પરંતુ જે વિસ્તારોમાં આગોતરા વાવેતર થઈ ગયા હોય તેવા સ્થળોથી ખરીફ જણસીઓ આવવા લાગશે. જો કે અત્યારે આવક થાય તે પણ સાવ મામુલી અને થોડીઘણી રહે તેમ છે એટલે ભાવ મોરચે કે માર્કેટના માનસને કોઈ અસર થાય તેમ નથી સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું જંગી વાવેતર થયુ છે

જો કે કેટલાક વિસ્તારોમાં બગાડના પણ અહેવાલ છે છતા ઉત્પાદન ઘણું મોટુ રહેવાનો આશાવાદ વ્યક્ત થઈ ગયો છે. રાજકોટ યાર્ડમાં 2440 ના ભાવે કપાસ વહેંચાયો હોવા છતા ગામડા બેઠાના ભાવતો 2500 જેટલા બોલાઈ રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રૂ, કપાસના ભાવ ઘણા ઉંચા જ રહયા હતા જેથી આ વર્ષે જંગી વાવેતર થયેલ છે.

આ સમાચારને શેર કરો