રાજકોટ: ફુલછાબ ચોકમાં મુસ્લિમ બિરાદરોએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી.

(By ઇલ્યાસ ચૌહાણ – રાજકોટ)
રાજકોટ: આજે 76માં સ્વતંત્રતા દિનની ઉજવણી ઠેર ઠેર શાનો શૌકતથી કરવામાં આવી છે, ત્યારે રાજકોટના હાર્દસમાં એવા ફુલછાબ ચોકમાં મુસ્લિમ બિરાદરોએ ધ્વજ વંદન કરીને સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી.

આ સ્વતંત્રતા દિનની ઉજવણીમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા મુસ્લિમ બિરાદરોની સાથોસાથ આ વિસ્તારના હિન્દુ બિરાદરો પણ જોડાયા હતા, ખાસ કરીને મહિલાઓની વિશેષ હાજરી જોવા મળી હતી. ફૂલછાબ ચોકમાં બધાએ સાથે મળીને સ્વતંત્રતા દિન ઉજવણી કરી હતી.

સ્વતંત્ર દિનની ઉજવણીમાં સદર જુમ્મા મસ્જીદના મોલાના અકરમ બાપુ, હબીબભાઈ કટારીયા, યુસુફભાઈ કટારીયા, સોયબભાઈ સોદાગર, જરીનાબેન કટારીયા, વાસીબેન ભીલ, હલીમાબેન સુમરા, મેઘાભાઈ રાઠોડ, દીપકભાઈ જાદવ, નગ્માબેન, જુલેખાબેન રાજમામદ વિગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ફુલછાબ ચોકમાં ખભે ખભા મિલાવીને સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો