રાજકોટમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ, કૃત્રિમ તંગી કરવા હોલસેલ વિક્રેતાનું કારસ્તાન

વેંદાત હોસ્પિટલના નામે 110 ઈન્જેક્શનનું બિલ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શન ન ખરીદ્યાનું ખુલ્યું, ખોટા બિલ બનાવી ઈન્જેક્શનની અછત સર્જતા થિયોસ ફાર્માસ્યુટીકલના સચિન પટેલ,રજનીકાંત ફળદુને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા,

એકબાજુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં હવે લોકો આપત્તિને અવસરમાં ફેરવવા અને પૈસા મેળવવા માટે માનવતા નેવે મૂકી દીધી છે. રાજકોટમાં હજુ ગઈકાલે જ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ઈન્જેક્શન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તેવામાં રાજકોટમાં બીજું એક ઈન્જેક્શન કૌભાંડ સામે આવ્યું છે. ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરવા માટે હોલસેલ વિક્રેતાના કારસ્તાનનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો.

હોસ્પિટલનાં ખોટા બિલ બનાવી કૃત્રિમ તંગી સર્જવાનો કારસો

રાજકોટમાં એકબાજુ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરી પૈસા કમાવી લેવા માટે હોલસેલ વિક્રેતાનાં કારસ્તાનનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. ક્રાઈમબ્રાન્ચે આ મામલે થિયોસ ફાર્માસ્યુટીકલના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેઓ કોવિફિર ઈન્જેક્શનના ખોટા બિલ બનાવી માર્કેટમાં કૃત્રિમ તંત્રી સર્જતા હતા. ક્રાઈમબ્રાન્ચને વેદાંત હોસ્પિટલનાં નામે 110 ઈન્જેક્શન આપ્યાનું બિલ મળ્યું હતું. જો કે હોસ્પિટલ દ્વારા કોઈ ઈન્જેક્શન ન ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું. આમ ખોટા બિલ બનાવી ઈન્જેક્શનની અછત સર્જતાં થિયોસ ફાર્માસ્યુટીકલના સચિન પટેલ અને રજનીકાંત ફળદુને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.

રૂ.4800નું ઈન્જેકશન 10, 000માં વેંચતા હતા
રાજકોટમાં ગોંડલ રોડ પરની કોવિડ હોસ્પિટલની નર્સિંગ મહિલા સહિતની ટોળકીને પોલીસે કોવિડના ઈન્જેકશનના કાળાબજાર કરતા ઝડપી લીધી હતી તેની પાસેથી કબજે કરેલ રેમડેસીવીર ઈન્જેકશનની કિંમત રૂ.4800 છે જેના રૂ.10 હજાર લેતા હતા. પોલીસની પૂછતાછમાં તેને પહેલી વખત તકનો લાભ લઈ કમાણી કરવા નીકળ્યા હોવાનું રટણ કર્યુ હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •