રાજકોટ:સિવિલમાં બેભાન હાલતમાં બે મહિલા સહિત ચારના મોત.

રાજકોટ : કોઠારીયા રોડ પર જે કે પાર્ક શેરીમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઇ સોઢા(ઉ.વ.48) ગત રોજ બપોરે ઘરે હતા ત્યારે એટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યા હતા જેમને તાત્કાલિક સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.

બીજા બનાવમાં ભારતીનગરમાં રહેતાં મીનાબેન અશોકભાઈ ટાંક (ઉ.વ.46) ગત રોજ ઘરે હતા ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતા જેમને સારવારમાં સિવિલે ખસેડતા ટૂંકી સારવારમાં મોત થયું હતું. મૃતક લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા.

ત્રીજા બનાવમાં ખોડિયારનગરમાં રહેતાં મંજુલાબેન સરણપ્રસાદ કુશવાહ (ઉ.વ.52) ગત રોજ ઘરે બીમારી સબબ બેભાન થઈ ઢળી પડતા સિવિલે સારવારમાં ખસેડતા તેમનું પ્રાણપંખેરૂ ઉડી જતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

ચોથા બનાવમાં લોહાનગરમાં રહેતાં રામજીભાઈ ચમનભાઈ ઉગ્રેજીયા (ઉ.વ.45) ગત રોજ ઘરે હતાં ત્યારે એટેક આવતા બેભાન થઈ ઢળી પડતાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ હતી.

આ સમાચારને શેર કરો