Placeholder canvas

દૂધ ઉત્પાદકો માટે ખુશખબર, રાજકોટ દૂધ સંઘે ફેટના ભાવમાં કર્યો વધારો

રાજકોટ દૂધ સંઘે ભાવ વધારો જાહેર કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો ભાવવધારો કર્યો છે. હવે દૂધ સંઘ દૂધ મંડળીઓને કિલો ફેટના રૂપિયા 710 ચૂકવશે. છેલ્લા 50 દિવસમાં પાંચમી વખત ભાવવધારો થયો છે.

ચિલ્લા 50 દિવસમાં આ પાંચમી વખત ભાવ વધારો થયો છે, આ પૂર્વે 700 રૂપિયા ભાવ હતો, 10 રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે આ સમયે 660 રૂપિયા હતો. ફેટ ના ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો મળશે અને દૂધના વ્યવસાયને વેગ મળશે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો