Placeholder canvas

વાંકાનેર તાલુકાની હદમાં દારૂનું કટિંગ થાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

વિડી વિસ્તારમાં દારૂ કટિંગ કરતા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને ઝડપી લઈ વાંકાનેર પોલીસ હવાલે કરાયા

વાંકાનેર : વાંકાનેરના હીરાસર વિડી વિસ્તારમાં વિદેશી દારૂનું કન્ટેનર ભરી કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમે દરોડો પાડ્યો હતો અને બોલેરો ગાડીમાં દારૂ ઉતારી રહેલા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને રંગે હાથ ઝડપી લીધા હતા. બાદમાં દરોડાનું સ્થળ વાંકાનેર તાલુકામાં આવતું હોય રાજકોટ પોલીસે મુદ્દામાલ અને આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કર્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હીરાસર વિડી નજીક વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનું અને બોલેરો ગાડીમાં કટિંગ ચાલુ હોવાની બાતમી મળતા ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા પ્રવીણભાઈ નાથાભાઇ ગાંગડીયા (વાંકાનેર), સલીમ ઈકબાલભાઈ શેખ, (વાંકાનેર) અને ખિયારામ ગંગારામ બેનિવાલ (રહે.બાડમેર, રાજસ્થાન) વાળાને દારૂના વિશાળ જથ્થા સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર, બોલેરો ગાડી સહિતનો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોંપી આપ્યો હતો.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ
કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો