રાજકોટ શહેરમાં કોરોના બન્યો કાળ, આજે વધુ 22 દર્દીનાં મોત, બપોર સુધીમાં 37 કેસ પોઝિટિવ

રાજકોટ : રાજકોટમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 22 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ રાજકોટમાં છેલ્લા 19 દિવસમાં કોરોનાના કારણે 308 મોત થયા છે. મૃતક દર્દીઓ પૈકીના 16 સિવિલ હૉસ્પિટલમાં હતા અને 6 દર્દીઓ ખાનગીમાં હતા, ત્યારે રાજકોટ સિવિલ તંત્રની ડેથ ઑડિટ કમિટી કેટલા દર્દીઓનાં કોરનાના કારણે મોત થયા અને કેટલા દર્દીઓનાં અન્ય કારણોસર મોત થયા તેનો અહેવાલ આપશે.
દરમિયાન રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોના વાયરસના નવા 37 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના દર્દીઓનો શહેરનો આંક 2900એ પહોંચ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોની અને સિન્ડીકેટ સભ્ય ભાવિન કોઠારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે. જોશીને અમદાવાદ એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલપતિ સહિત 33 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 2900 કેસ પોઝિટિવ નોંધાયા છે જે પૈકીના 2397 કેસ એક માત્ર શહેરના છે. ગુરૂવારે 35 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે 1225 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે આજે વધુ 22 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. જેમાંથી ખાનગીમાં 6 અને સિવિલમાં 16 દર્દીના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં ગુરૂવારે સાંજે 5.00 વાગ્યાના આંકડા મુજબ કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો હતો. ગઈકાલના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1190 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 1193 દર્દીઓ સાજા થયા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 17 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2964 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 258 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 91,329 હતા. જેમાંથી એક્ટિવ કેસ 14,864 હતા.ગઈકાલે રાજ્યમાં કુલ 76,227 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે રાજકોટમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવી સ્થિતિ સર્જાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •