રાજકોટ: 930 એકરમાં ફેલાયેલા અટલ સ્માર્ટ સીટી તૈયાર : લોકાર્પણ માટે CMને નિમંત્રણ
930 એકરમાં ફેલાયેલા અતિ આધુનિક સુવિધા સાથેના રોબસ્ટ ઇન્ફ્રા. પ્રોજેકટનું કામ પૂર્ણ : પૂર્વ વડાપ્રધાનનું નામ આપવા મંગળવારે બોર્ડમાં ઠરાવ થશે : અંડરગ્રાઉન્ડ લાઇનો માટે રોડ ખોદવા નહીં પડે…
રાજકોટ: પશ્ર્ચિમ રાજકોટની ભાગોળે 2019થી ચાલી રહેલું સ્માર્ટ સીટીનું કામ હવે પૂર્ણ થતા રાજકોટના આ મોટા પ્રોજેકટના ઉદઘાટનની તૈયારીઓ થવા લાગી છે. અટલ સરોવરના ચૂંટણી પૂર્વે ઉદઘાટન બાદ હવે સ્માર્ટ સીટીમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર (આધુનિક માળખાકીયા સુવિધાઓ)નું કામ પૂર્ણ થતા આ આધુનિક સ્માર્ટ સીટીના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીનો સમય માંગવામાં આવ્યો છે. મનપા પદાધિકારીઓએ આ અંગે સરકારને તમામ વિગતો મોકલી આપી છે.
ચાલુ માસના અંત સુધીમાં અથવા મોડામાં મોડા ડિસેમ્બરના પ્રારંભે આ પ્રોજેકટનું લોકાર્પણ થશે. આ સ્માર્ટ સીટી 930 એકર જગ્યામાં ખાસ બનેલી રૈયા ટીપી નં. 3રમાં વિકસાવવામાં આવ્યું છે. પ38 કરોડના પ્રોજેકટમાં વિશાળ રસ્તાઓ, 80થી 200 ફુટ સુધીના સ્માર્ટ રોડ, ગાર્ડન, આધુનિક ડ્રેનેજ અને 24 કલાક પાણી આપી શકે તેવી પાઇપલાઇનો, બીઆરટીએસ બસ, ટ્રાફિક નિયમન સહિતની સુવિધાઓ ઉભી કરાઇ છે. કુલ એક હજાર કરોડના સ્માર્ટ સીટી પ્રોજેકટમાં હાલ પાન સીટીનું કામ ચાલી રહ્યું છે તે સિવાયના સ્માર્ટ સીટીનું કામ પૂર્ણ થતા આ વિસ્તારને અટલ સ્માર્ટ સીટી નામ આપવાનો નિર્ણય કરાયો છે. સમાજ કલ્યાણ વિભાગે આ ઠરાવ કરીને જનરલ બોર્ડને મોકલતા મંગળવારે મળનારી સભામાં આ નામકરણ પણ મંજૂર કરવામાં આવશે.
અટલ સરોવર અને આવાસ યોજનાનું લોકાર્પણ થઈ ગયાબાદ હવે સ્માર્ટ સીટી કામ પુરૂ થતા મહાનગરપાલિકા દ્વારા તેનું અટલ સીટી નામકરણ કરવામાટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે આગામી જનરલબોર્ડમાં મંજુર કરવામાં આવશે.
દેશભરના 100 સ્માર્ટ સિટીમાં એકમાત્ર એવા રાજકોટના 930 એકરમાં પથરાયેલા ગ્રિનફિલ્ડ સ્માર્ટસિટી એરિયામાં અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ હવે રૂૂપિયા 538 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ મિની ગિફ્ટ સિટી સમાન રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વનો પ્રોજેક્ટ પુર્ણતાના આરે છે. સંભવત: ડિસેમ્બર માસ પહેલા લોકોને આ ક્રિસમસ ગિફ્ટ મળે તેવી સંભાવના છે. રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આઇ.ટી. અને આઇ સીસીસીના કામોને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
સ્માર્ટસીટી વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિરૂૂપે આઠ એકરમાં શહિદપાર્ક બનાવવામાં આવશે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 17 કિલોમીટર વિસ્તારમાં 18 મીટરથી 60 મીટરના રોડ બનાવવામાં આવશે. જ્યારે 11 કિલોમીટરથી વધુ વિસ્તારમાં બીઆરટીએસ રૂૂટ બનાવવામાં આવ્યા છે. સાથોસાથ ઇલેક્ટ્રિક બસનું ચાર્જીંગ સ્ટેશન પણ અહીં ઉભું કરવામાં આવશે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 14 કિલોમીટર વિસ્તારમાં સાયકલ ટ્રેકની સગવડતા ઉભી કરવામાં આવશે. મોબાઇલ, ટેલિફોન કે વીજ કંપનીના કેબલ માટે અવારનવાર રોડ રસ્તાનું ખોદકામ ન થાય તે માટે સ્માર્ટસિટી વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ તેમજ વોટર સપ્લાય માટે અંડર ગ્રાઉન્ડ લાઇનની સગવડતા ઉભી કરવામાં આવી છે.
અટલ સરોવરમાં જળ સંચય કરવા 30 એકરમાં વરસાદી પાણીને ચેનલાઈઝ કરવામાં આવ્યા છે. ગટરનું પાણી શુધ્ધ કરવા માટે રૂૂ.22 કરોડના ખર્ચે આઠ એમએલડીનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એસટીપી પ્લાન્ટ મારફત ગંદુ વાસવાળુ અને કલરવાળુ પાણી શુધ્ધ કરવા માટે એલ એન્ડ ટી કંપની દ્વારા પ્લાન ચાલુ કરવામાં આવશે.
રાહદારીને આવતા જોઇ વાહનોની ગતિ ઘટી જશે :-
રોબટ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત અટલ સીટી વિસ્તારમાં નવા રસ્તાઓ તેમજ બીઆરટીએસની સાથો સાથ વિદેશમાં જ હાલમાં જે સિસ્ટમ ચાલુ છે તે કનસેપ્ટ મુજબ અલગ અલગ પ્રકારના સ્પીડ બ્રેકરો બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના સ્પીડબ્રેકરો દ્વારા વાહન કન્ટ્રોલમાં કરી શકાશે. જ્યારે કોઈપણ રાહદારી રોડ ક્રોસ કરતા હોય અને તે સમયે કોઈ વાહન સ્પીડમાં આવતુ હોય તો સ્પીડબેકર સિસ્ટમ દ્વારા તેની સ્પિડ આપમેળે જ ધીમી પાડી દેવાય તેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. આ કારણે અકસ્માતોનું જોખમ પણ ઘટશે.
સ્માર્ટ સીટી એરિયામાં સૌપ્રથમ સ્માર્ટલાઈવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઈલેક્ટ્રીક કેબલ અંડરગ્રાઉન્ડ હોવાની સાથો સાથ જરૂરિયાત મુજબ પાવર સપ્લાય થાય તે મુજબનું ગ્રીનબેલ્ટ એનર્જી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સ્માર્ટલાઈટ પ્રોજેક્ટના કારણે વધુ માત્રામાં એનર્જી સેવીંગ થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં સોલાર સિસ્ટમ ઉભી કરવાનો પ્રોજેક્ટ પણ હાથ ઉપર લેવામાં આવ્યું છે. જોકે બીએસએનએલની કંપની દ્વારા આઇટી પ્રોજેકટ પુરો કરવામાં આવ્યો નથી. આથી આ ભાગ પુરતુ કામ અટકે તેમ છે.

