Placeholder canvas

રાજકોટ: રાત્રે ઝુંપડામાં આગ લાગતા 7 દાઝ્યા, 1નું મોત

રાજકોટ કુવાડવા પોલીસ મથક પાછળ ઝુંપડામાં આગ લાગી હતી. જેમાં 7 લોકો દાઝ્યા હતા. તથા એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમજ બે બાળકો પણ દાઝ્યા છે. હાલ તમામ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં છે.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાત્રે આગની એક ઘટનામાં લોકો દાઝી ગયા હતા. જ્યારે એક બાળકીનું મોત નીપજ્યું હતું. હાઇવે પર દેવનગર પાસેના ઝુંપડામાં સોમવારે મધ્યરાત્રે આગ લાગી ગઇ હતી. જેમાં માતા-પુત્રી સહિત પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકમુખે ચર્ચા છે કે રાત્રે આ વિસ્તારની વીજળી ગુલ થઇ ગઇ હતી. તેથી લોકોએ ઘરોમાં અજવાસ માટે દીવા કે મીણબત્તીનો સહારો લીધો હતો.

દેવનગરના ઝુંપડામાં પણ સ્થાનિકોએ દીવા પ્રગટાવ્યા હતા. જેમાં એક ઝુંપડામાં રાત્રે દિવાને કારણે આગ લાગી ગઇ હતી. ત્યારે ઝુંપડામાં રહેનારા ગાઢ ઊંઘમાં હતા અને આગ પ્રસરી જતાં તેમને ખ્યાલ આવ્યો નહતો. પરિણામે માતા-પુત્રી સહિત સાત લોકો દાઝી ગયા હતા. દરમિયાન કુવાડવા રોડ મધરાત્રે ઝુંપડામાં લાગેલી આગમાં દાઝી ગયેલી બાળકીનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિને દાઝી જવાથી ઇજા પહોંચી છે.

આ સમાચારને શેર કરો