વાંકાનેર

વાંકાનેર: રાજાવડલા ગામે જૂની અદાવતમા બઘડાટી, છ લોકો ઇજાગ્રસ્ત…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે એક વર્ષ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી બાઈક લઈને જઈ રહેલા યુવાનનો હાથ અડી જવા મામલે ફરી બે પરિવાર વચ્ચે ડખ્ખો થતા લોખંડના પાઇપ, ધોકા અને સળિયા લઈ બન્ને પક્ષના લોકો સામસામે આવી જતા આ ઝઘડામાં બન્ને પક્ષના ત્રણ – ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ બનાવમાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા રોહિત રાજેશભાઈ છાત્રોટિયાએ આરોપી અવિનાશ બેચરભાઈ દેત્રોજા, નવઘણ બેચરભાઈ દેત્રોજા, શ્યામજી વિનોદભાઈ દેત્રોજા અને ચેતન બેચરભાઈ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, પોતે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે આરોપી શ્યામજીને હાથ અડી જતા એક વર્ષ પૂર્વે થયેલાં ઝઘડાનો ખાર રાખી ચારેય આરોપીઓએ એકસંપ કરી પાઇપ અને સળિયા વડે હુમલો કરતા ફરિયાદીના પિતા અને કાકા તેમજ ફરિયાદીને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે રાજાવડલા ગામના શ્યામજી વિનોદભાઈ દેત્રોજાએ આરોપી રોહિત રાજેશભાઈ છાત્રોટિયા, રાજેશ માનસિંગભાઈ છાત્રોટિયા, રમેશ ઉર્ફે કુકો માનસિંગભાઈ છાત્રોટિયા અને રોનક રાજેશભાઇ છાત્રોટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર ર્ક્યું હતું કે આરોપી સાથે એક વર્ષ અગાઉ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી પાઇપ અને ધોકા વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદ નવઘણ અને અવિનાશ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો