Placeholder canvas

વાંકાનેર: રાજાવડલાની સીમમાંથી વાડીએ છુપાવેલ 73 બોટલ વિદેશી દારૂ ઝડપાયો.

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી જારના પાકની આડમાં છુપાવેલ આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની 73 બોટલો મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં સ્થળ પર હાજર નહીં મળી આવેલ આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમ ડીસ્ટીક કેનાલ વાળા રોડ પર આવેલ પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકીની વાડીમાં દરોડો પાડી જારના પાકની આડમાં છુપાવવામાં આવેલ 73 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 26,020) મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં સ્થળ પર હાજર નહીં મળી આવેલ આરોપી પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી (રાજાવડલા) સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….

આ સમાચારને શેર કરો