રાજાવડલા: રાહદારીને મોટરસાઇકલ ચાલકે હડફેટે લેતા ઇજા

વાંકાનેર : રાજાવડલા ગામના રસ્તા પર આવેલ ખાખરીયા હનુમાનજી મંદિર નજીક મોટર સાઇકલ ચાલકે હડફેટે લેતા રાહદારીને ઇજા પહોંચી હતી. આ બનાવમાં મોટરસાઇકલચાલાક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

તા. 27ના રોજ સવારે 9-30 વાગ્યાની આસપાસ રાજાવડલા ગામના રોડ પર આવેલ ખાખરીયા હનુમાનજીની જગ્યા પાસે અજાણ્યા મોટર સાઇકલ ચાલકે ભરતભાઇ સોમાભાઇ સોલંકી (ઉ.વ. 35, રહે નવા રાજવડલા)ને પાછળની બાજુથી આવી મોટરસાઇકલ ભટકાડી દીધું હતું. આથી, રાહદારી પડી ગયા હતા. અને મોટર સાઇકલ ચાલક નાશી ગયો હતો. ભરતભાઇ નવા રાજાવડલા ગામેથી વાંકાનેર તરફ આવતા હતા, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભરતભાઇના કપાળમા ડાબી બાજુ તેમજ ડાબા હાથના કાંડાની ઉપરના ભાગે ફેકચર જેવી નાની-મોટી ઇજા પહોંચી હતી. પોલીસે આ બનાવના આરોપીને શોધવા તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો