Placeholder canvas

આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ, ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની શક્યતા.

વાંકાનેર : ગઈકાલે સાંજના સમયે લગભગ સમગ્ર મોરબી જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો, વાંકાનેરમાં પણ વરસાદનો સવા ઇંચ નો આંકડો નોંધાયો છે.

આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ ઊભું થયું છે અને ગામડાની ભાષામાં કહીએ તો વાતાવરણ ગોરંભાયું છે. વાતાવરણ જોતા એવું લાગી રહ્યું છે કે વરસાદ ગમે ત્યારે તૂટી પડે છે. જોકે હવે એવા જોરદાર વરસાદની જરૂર છે, નદી,નાળા ચાલુ થાય તેમની લોકો રાહ જોઈ રહ્યા છે.

સરસ મજાનો વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ ગમે ત્યારે પડવાની શક્યતા દેખાઈ રહી છે, ત્યારે કપ્તાના સુજ્ઞ વાંચકોને કપ્તાન અપીલ કરે છે કે તમારા વિસ્તારમાં વરસાદ ચાલુ થાય તેમની માહિતી કપ્તાના whatsapp નંબર પર આપવી…. જેમાં ક્યારે વરસાદ શરૂ થયો ? ક્યારે બંધ થયો ? આશરે કેટલો વરસાદ પડ્યો ? અને તમારા ગામનું નામ આપો.

ખાસ કરીને વરસાદના કારણે કોઈ નુકસાની થઈ હોય, ઝાડ પડી ગયા હોય, મકાન પડી ગયું હોય, દિવાલ પડી હોય, વીજળી પડી હોય, કોઈ પશુની જાનહાની થઈ હોય, રસ્તા ધોવાઈ ગયા હોય, પુલ તૂટી ગયો હોય, કોઈ જગ્યાએ ઝાડ પડવાથી રસ્તો બંધ થઈ ગયો હોય, પાણી ભરાયા હોય અને નદી નાળામાં પૂર આવ્યું હોય આવી બધી માહિતી કપ્તાન સુધી પહોંચાડવા નમ્ર અપીલ છે. જે તમારા નામ સાથે કપ્તાનના વેબપોર્ટલ પર અપલોડ કરીશું…

સાથો સાથ આ બધી જ માહિતીનું શક્ય બને તો તમારો મોબાઈલ આડો રાખીને વિડીયો બનાવીને પણ કપ્તાનમાં મોકલવો. જો મોબાઈલ ઉભો રાખીને વિડીયો બનાવશો તો તે વિડિયો ચાલશે નહીં જેથી ખાસ ધ્યાન આપવું કે વિડીયો બનાવતી વખતે તમારો મોબાઈલ આડો જ રાખવો. કપ્તાનના આ વોટ્સએપ નંબર 9879930003 પર માહિતી અને વિડિયો મોકલવા….. આભાર

તા. 5મી જૂન નો વરસાદનો લાઇવ વિડિયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://fb.watch/e4OrGhzRrh/

આ સમાચારને શેર કરો