25 જુન સુધીમાં વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ :- હવામાન નિષ્ણાત કિશોર ભાડજા

5 જુલાઈ થી 10 જુલાઈમાં ગુજરાત આખામાં મેધો મન મુકીને વરસી પડશે.

સૂર્યનો આદ્રા નક્ષત્રમા પ્રવેશ આવતી કાલે 22 જુને જેઠ વદ બારસ રવિવાર સવારે 06:20 મિનિટે થાય છે ચંદ્ર નક્ષત્ર ભરણી છે જેનું વાહન ઉંદરનુ છે. અષાઢ સુદ દશમને શનિવારે 5 જુલાઈના સૂર્ય નક્ષત્ર પુનર્વસુમા રાત્રે 5:48 મિનિટે બેશે છે ચંદ્ર નક્ષત્ર વિશાખા છે જેનું વાહન અશ્વ છે.

આદ્રા નક્ષત્રને ચોમાસાનું (ધોરી) મેન નક્ષત્ર કહેવાય છે આ નક્ષત્ર માટે એક કહેવત પણ છે કે વરસે આદ્રા તો વરહ પાધરા અને સારા વર્ષના સંકેત જોતા 22 થી 25 જૂન સુધી વાવણી લાયક વરસાદનો બીજો તબક્કો શરૂ થશે સૂર્ય નક્ષત્ર આદ્રામા બેસ્તા સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદની શરૂઆત થશે. સૂર્ય નક્ષત્ર આદ્રામા ઘણા બધા વિસ્તારમા છૂટો છવાયો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે અને સૂર્ય નક્ષત્ર આદ્રા નક્ષત્ર ઉત્તરતા સૂર્ય નક્ષત્ર પુનર્વસુ બેસ્તા સૌરાષ્ટ્ર- કચ્છ સહિત આખા ગુજરાતમાં 5 થી 10 જુલાઈ એટલે કે અષાઢ સુદ દશમથી પૂનમ સુધીમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે.

પુનર્વસુ નક્ષત્રમાં નદી નાળામાં નવા નીરની આવક થશે પુનર્વસુ નક્ષત્ર ઉતરતા અને પુષ્પ નક્ષત્ર બેસ્તા અને પુષ્પ નક્ષત્ર ઉતરતા પણ વરસાદના સારા રાઉન્ડની સંભાવના છે આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે બાકી બધુ કુદરતને આધીન છે હવામાન નિષ્ણાત કિશોર ભાડજા નેસડા (ખાનપર) તા ટંકારા જીલ્લો મોરબી મો 9586590601

આ સમાચારને શેર કરો