અંબાલાલ પટેલે આપી વરસાદની આગાહી, આ તારીખથી વરસાદ કહેર બની ત્રડશે…

રાજ્યમાં અત્યારે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 24 જૂન થી લઇને ૩૦ જુન સુધી રાજ્યમાં વરસાદ અલગ-અલગ વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

બીજી તરફ હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ ભાઈ પટેલ એ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. વરસાદની સચોટ આગાહી આપનાર અંબાલાલ પટેલ જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ એકદમ સારું રહેશે જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સાથે 23 જૂન થી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે જાહેર કરી છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર ૨૨ જૂનથી જુલાઈ અને ઓગસ્ટમાં પ્રથમ અઠવાડિયા સુધી ખૂબ જ સારો વરસાદ પડશે જ્યારે સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતાઓ છે આ સાથે ખેડૂતો માટે અંબાલાલ પટેલ આદ્વા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ પણ આપી છે. 24 જૂન થી લઇને ૩૦ જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે.

જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પંચમહાલમાં હવામાન નિષ્ણાતો ભાર મૂકતાં કહ્યું છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વધારે છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો