વાંકાનેર

વાંકાનેર: ઢુવા પાસે રેઈનબો સિરામિકમાં ચાલતું જુગારધામ ઝડપાયું…

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ રેઈનબો સિરામિકની ઓફિસમાં ચાલતા જુગારધામ પર વાંકાનેર તાલુકા પોલીસની ટીમે દરોડા પાડીને છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઢુવા ગામની સીમમાં મોહનભાઈ લખમણભાઈ ભલસોડ એ પોતાના રેઈનબો સિરામિકની ઓફિસમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા મોહનભાઈ લખમણભાઈ ભલસોડ, હર્ષદભાઈ ઓઘળભાઈ ડાભી,રાજુભાઈ વિરમભાઇ અણીયારીયા, પ્રતાપભાઈ ગગજીભાઈ રાઠોડ, રાજેશભાઈ માવજીભાઈ ચનીયારા અને રાકેશભાઈ જયંતિભાઈ એરવાળીયા ને રોકડા રકમ રૂ.૩૨૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ એલ એ ભરગા, ક્રિપાલસિંહ ચાવડા, ચમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા, દિનેશભાઈ લોખીલ, વિજયભાઈ ડાંગર અને રવિભાઈ કલોત્રા સહિતની ટીમે કરેલ છે.

આ સમાચારને શેર કરો