આંબાલાલની આગાહી: કડકડતી ઠંડી સાથે…,વરસાદી સિસ્ટમનું સંકટ ઘેરાશે…!!
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આંબાલાલ પટેલ દ્વારા 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. તેમજ 16 થી 24 ડિસેમ્બર દરમ્યાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આંબાલાલે વધુમાં જણાવ્યુ હતુ કે ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે. 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે. ત્યારે હવે આંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે શિયાળામાં ઉષ્ણ તાપમાન 15 ડિગ્રી જેટલું ડિસેમ્બર-માર્ચ દરમિયાન રહેશે. જોકે 17 માર્ચ પછી તાપમાન વધશે.