પરેશ ગોસ્વામીની બારે મેઘ ખાંગાની આગાહી, આ બે દિવસે મેઘરાજા મચાવશે તાંડવ

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સીસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે…આગામી 2 દિવસ એટલે કે 10 અને 11 જુલાઇના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે….સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

પૂર્વ ગુજરાતના મહિસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે…જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર,ખેડા, આણંદ, નડીયાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે…

ઉતર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણ અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ રહેશે…તો સાથે સૌરાષ્ટ્ર – કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે… સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે,,, બાકી રહેલા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

આ સમાચારને શેર કરો