વાંકાનેર પંથકમાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ, ખેડૂતના હાલ બેહાલ…

વાંકાનેર ગઈકાલ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદના મંડળ થયા હતા. શરૂઆત પીપળીયા સિદ્ધાગર પંથકમાં થઈ અને જોત જોતા માં જ લગભગ સમગ્ર વાંકાનેર પંથકમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યાના વાવળ મળી રહ્યા છે.

ગઈકાલે સાંજના સમયમાં ગાજવીજ સાથે વાંકાનેર પંથકમાં વરસાદના મંડાણ થયા હતા અડધાથી કરીને દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યાના ખબર મળી રહ્યા છે. હાલમાં ખેડૂતોની કપાસ વિણવાની સિઝન ચાલી રહી છે અને નવા વાવેતર માટે ખેતીની તૈયારીઓ ચાલી રહી હતી તેવા સમયે વરસાદ ખાબકતા કપાસ,મગ, મગફળી, જાર વિગેરે પાકોમાં ખૂબ નુકસાન થયું છે. અત્યાર સુધીમાં ખેડૂતો આ પાક માટે ઘણો બધો ખર્ચો કર્યા પછી લેવાનો સમય આવ્યો ત્યારે આ પાક બગડતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે.ખેડૂતોને વળતરની વાતતો અલગ રહી પણ પોતાનો ખર્ચો પણ નીકળ્યો નહીં તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે ખેડૂતના આગેવાનો હોવાના બુંગીયા ફેંકતા આગેવાનો હજી ગુફામાંથી બહાર નથી નીકળ્યા કે ખેડૂતો માટે સહાયની માંગ કરે અને જરૂરી જણાય તો લડત પણ કરે પરંતુ પોતાની વાહવાહી કરાવવા માટે વખત વિત્યાં પછી જ હંમેશા કહેવાતા ખેડૂત આગેવાનો મેદાનમાં આવે છે અને ખેડૂતોને ફુટીકોડી પણ મળતી નથી હવે આવા આગેવાનોને ખેડૂતોએ ઓળખી લેવાનો વખત આવી ગયો છે.

આ સમાચારને શેર કરો