વાંકાનેર પંથકમાં કડાકા-ભળાકા અને ગાજવીજ સાથે વરસાદ…
વાંકાનેર: આજે વહેલી સવારના 1 વાગ્યે વાતાવરણમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને થોડી જ વારમાં વરસાદનું આગમન થયું હતું. વરસાદના હજુ તો બે પાંચ છાંટા પડ્યા હતા ત્યાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
વાંકાનેર પંથકમાં ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારના 1વાગ્યાની આસપાસ જોરદાર ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, થોડીવારમાં બધે પાણી પાણી થઈ ગયું હતું. વીજળીના લબકારા અને થતા કડાકા ભડાકા ડરાવનારા હતા. એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક વીજળી પડી હશે, લગભગ આ અડધો કલાક પડેલા વરસાદમાં આશરે અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યાનો અંદાજ છે. હજુ સુધી કેટલો વરસાદ પડ્યો? અને ક્યાંય વીજળી પડી કે શું ? તેમની કોઈ સત્તાવાર માહિતી મળેલ નથી. ખેડૂતોના મંતવ્યો મુજબ આ વરસાદ લાભ કરતાં નુકસાન વધુ કરી જશે.