Placeholder canvas

વાંકાનેરમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ… ખેડૂત ખુશ…

વાંકાનેર: આજે બપોરના સવા ત્રણ વાગ્યાની આસપાસ વાંકાનેરમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે.

હવામાન ખાતાની આગાહી મુજબ આજે સવારથી જ આકાશમાં વાદળો દેખાતા હતા અને ગમે ત્યારે વરસાદ આવી પડશે તેવું લાગતું હતું તેવામાં જ બપોરના સવા ત્રણ વાગ્યાની આસપાસ વાકાનેર શહેરમાં એકદમ શાંતિથી ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે.

વાવાઝોડા બાદ વાંકાનેર પંથકમાં વાવાઝોડા સાથેના વરસાદ બાદ વરસાદ ન હતો. ઘણા બધા ખેડૂતોએ આ વાવાઝોડાના વરસાદ બાદ વાવેતર કર્યું હોય તેમને અત્યારે પાણીની ખાસ જરૂરિયાત છે, એવા સમયે આજે વાંકાનેરમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે અને આશા બંધાણી છે કે હવે વધુ વરસાદ આવશે અને ચોમાસુ શરૂ થશે.

આ સમાચારને શેર કરો