ટંકારા પંથકમાં આજે સાંજે ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે એક ઈચ વરસાદ…

ટંકારા પંથકમાં અવિરત મેધમહેર યથાવત આજે સાંજે ભારે પવન સાથે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં અડધી કલાક મા અનરાધાર એક ઈચ વરસાદ પડ્યો હતો.

ટંકારા મામલતદાર કચેરી ખાતે સાંજે 4 થી 6 માં વરસાદ માપક યંત્રમાં 22 મીમી નોંધાયો હતો.

ત્રણ જગ્યાએ વિજળી પડતા પિજીવિસીએલના ટિસી પડી ગયા હતા પરિણામે વિજ પુરવઠો પુર્વવત કરવા નાયબ ઈજનેર મોડના માર્ગદર્શન હેઠળ ટિમ ફિલ્ડમાં કામે લાગી ગઈ હતી. મામલતદાર કચેરી સામે સબ રજીસ્ટ્રાર કચેરી પાસેના ટિસી તથા સમય ફિડરના ટિસી અને જબલપુર ગામના ટિસીમાં વિજળી પડી હતી જો કે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોય એવા સમાચાર પ્રાપ્ત થયા નથી.

જુવો વિડીયો…..

વિડીયો જોવા માટે નીચેની બંને લિંક પર ક્લિક કરો

https://www.facebook.com/share/p/kTk1egxiHtbCUWZn/?mibextid=oFDknk

https://www.facebook.com/share/p/yg9GshoKeF6u9XJx/?mibextid=oFDknk

આ સમાચારને શેર કરો