સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ…

સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સુન એક્ટીવીટી શરૂ થતાં જ ઉનાળાના આકરા તાપની સાથે આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાઇ જતાં આજે અમરેલી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થતાં અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા હતા. સૌરાષ્ટ્રનાં મધ્યગીર ગણાતા તુલસીશ્યામ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ વરસતા ચારે બાજુ જંગલમાં વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં.જ્યારે બાબરા વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

આ સમાચાર શેર કરો

Follow Us on