Placeholder canvas

રાજકોટમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ…

વાંકાનેર તાલુકાના મહિકા ગામે પણ એક વરસાદી ઝાપટો પડયું.

રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે પણ ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટ્રી કરી હતી. આજે સવારથી બપોર સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આથી વાતાવરણમાં ઉકળાટ જોવા મળી રહ્યો હતો. પરંતુ બપોર પછી દોઢ વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બાદમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ, જંક્શન પ્લોટ, મવડી, યાજ્ઞીક રોડ, રેસકોર્સ, ઢેબર રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, નાણાવટી ચોક, મોરબી રોડ, કુવાડવા રોડ, આજીડેમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના પ્રચંડ કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

મહિકામાં ઝાપટું
વાંકાનેર તાલુકાના મહીકા ગામે પણ બપોરે આશરે 2:30 વાગ્યાની આસપાસ એક વરસાદી ઝાપટું પડી ગયું હતું હતું.

આ સમાચારને શેર કરો