રાજ્યનામાં આગામી 5 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સાઈક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દ્વારકા, રાજકોટ ,ગીર સોમનાથ,કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews
દરમિયાનમાં આવતીકાલે બંગાળની ખાડીમાં નોર્થ ઇસ્ટ દિશામાં વધુ એક લો પ્રેશર ઉદ્ભવી રહ્યું છે. અને તેના કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ આગામી દિવસોમાં આવવાની શક્યતાઓ ઉભી થઇ છે. બંગાળની ખાડીના નવા લો પ્રેશરને કારણે આંદામાન , નિકોબાર, ઓડિશા, નોર્થ આંધ્ર પ્રદેશ, કોંકણ, ગોવા, કણર્ટિક, કેરલામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…