આજે આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, મોરબી જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ક્યારે પડશે વરસાદ ? જાણવા વાંચો.

સુરત અને બારડોલી સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં શુક્રવારે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. ગુજરાતના દરિયાકાંઠેથી દૂર બનેલી આ સિસ્ટમ હવે વધારે મજબૂત બની છે અને વધારે તીવ્ર બને તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે દશેરાના દિવસે 12મી તારીખે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 13મી તારીખે રવિવારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ અને ખેડામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

14મીએ વરસાદની તીવ્રતા ઓછી થતી જણાઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે 14 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.
15મી તારીખે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
16મી તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
