Placeholder canvas

વાંકાનેર: દલડી વિસ્તારમાં પવન સાથે ૧ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, ખેતીમાં નુકશાન

કરા સાથે વરસાદ પડ્યો, ડુંગળીના પાકમાં મોટી નુકસાની

વાંકાનેર: ગતરાત્રે વાંકાનેર તાલુકાના દલડી વિસ્તારમાં જોરદાર પવન સાથે એક ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હતો, આ વરસાદની સાથે કરા પણ પડયા હતા આ વરસાદથી ખેતીમાં ભારે નુકસાન થયું છે.

છેલ્લા બે ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળતો હતો અને જેતપુર વિસ્તારમાં વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે આજે સાંજના સમયે વાંકાનેર શહેર અને આસપાસમાં વરસાદના છાંટા પડ્યા હતા જ્યારે રાત્રે વાંકાનેર શહેરથી પૂર્વ વિસ્તાર એટલે કે દલડી વિસ્તારમાં દલડી, ચાંચડીયા, દીધલિયા, કાશીપર વિગેરેના આસપાસના ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો.

આ વરસાદથી ગામ બહાર પાણી નીકળી ગયા હતા અને ઠેર ઠેર પાણી ભરાયા હતા. હાલમાં ડુંગળી કાઢવાનો સમય ચાલી રહ્યો છે ત્યારે વાડી વિસ્તારમાં ડુંગળીના ઢગલા પડયા હતા અને આ વરસાદમાં ડુંગળીના ઢગલા પલળી ગયા હતા.આ ઉપરાંત ખેતીમાં હાલમાં પશુનો ચારો જાર ઉભા હતા તે ભારે પવન અને વરસાદના કારણે નમી ગયા છે.

આ હાલમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેતીમાં મોટું નુકસાન થયું છે અને જે પાક તૈયાર થયા હતા તે બગડીયા છે. આમ હાલ સમગ્ર વાંકાનેર વિસ્તાર કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ખેડૂતોને પડયા ઉપર પાટું પડ્યું છે અને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

(Photo by Asraf Parasara-Daldi)

આ સમાચારને શેર કરો